Friday, April 16, 2021
Homeરાષ્ટ્રીયભારત ઇન્ટરનેટ સામ્રાજયવાદને સ્વિકારશે નહીં: સરકાર

ભારત ઇન્ટરનેટ સામ્રાજયવાદને સ્વિકારશે નહીં: સરકાર

દુનિયાની આ પ્રકારની કંપનીઓએ ભારતીય સંસ્કૃતિ-નિયમોનું પાલન કરવું પડશે

- Advertisement -

મોદી સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલી સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સ સતત ચર્ચાનો વિષય બની છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે કે સરકાર દુનિયાની કેટલીક કંપનીઓ દ્વારા બનાવામાં આવેલા ઇન્ટરનેટ સામ્રાજ્યવાદને સ્વીકારાશે નહીં, તમામ કંપનીઓને સ્થાનિક કલ્ચર, નિયમ, ભાવનાઓનું સમ્માન ચોક્કસ કરવું પડશે.

- Advertisement -

એક ઇન્ટરવ્યુમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે કોઇપણ પ્રકારના ઇન્ટરનેટ સામ્રાજ્યવાદનો સ્વીકાર કરવામાં આવશે નહીં. જો ઇન્ટરનેટ આજે દુનિયાભરમાં છવાયું છે તો તેનું કારણ છે કે તેણે લોકોને તાકાત આપી છે. ઇન્ટરનેટ હવે તમામ સરહદોને પાર કરી ચૂકયું છે. ઇન્ટરનેટે લોકતાંત્રિક વ્યવસ્થાને જે રીતે પ્રોત્સાહિત કરી છે તેનું સમ્માન પણ ચોક્કસ છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગાઇડલાઇન્સ પર વ્યકત કરવામાં આવી રહેલી ચિંતાઓ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે તેને એ રીતે તૈયાર કરાયું છે કે કંપનીઓ ખુદ જ તેને લાગૂ કરે અને સરકારની દખલની જરૂરિયાત ના હોય. સાથો સાથ રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે જો કોઇ સરકારની આલોચના કરવા માંગે છે અથવા તો જ્ઞાન આપવા માંગે છે તો તેણે પોતાને પણ વેરિફાઇ કરાવવો જોઇએ.

- Advertisement -

રવિશંકર પ્રસાદે કહ્યું કે તેમના વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી ફરિયાદો આવી હતી, જેમાં લોકોનો અવાજ સાંભળવામાં આવતો નહોતો. આપણે કોઇ પ્લેટફોર્મને એ નથી કહી રહ્યા કે ફરિયાદોને કેવી રીતે ખત્મ કરીએ, આ યુઝર અને પ્લેટફોર્મની વચ્ચેની વાત છે પરંતુ ઉકેલ ચોક્કસ નીકળવો જોઇએ.

ભારત સરકારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે કેટલીક ગાઇડલાઇન રજૂ કરી છે. તેમના મતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપત્તિજનક કંટેંટ પર ફરિયાદ બાદ એકશન લેવું પડશે. આ સિવાય પોતાનું પણ એક મિકેનિઝમ તૈયાર કરવું પડશે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવતી ગાઇડલાઇન્સ 3 મહિનામાં લાગુ થઇ જશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ભારત સરકાર અને ટ્વિટરની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ખેડૂતોના આંદોલન દરમ્યાન કેટલીક આપત્તિજનક હેશટેગ અને એકાઉન્ટસને લઇ આ વિવાદ વધુ વકર્યો જ્યારે ટ્વિટરે કેટલાંક એકાઉન્ટસને ડિલીટ કર્યા નહોતા. ત્યારબાદ સરકારે આકરું વલણ અપનાવીને કહ્યું હતું કે ભારતમાં વેપાર કરનારાઓને અહીંનું સંવિધાન માનવું જ પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular