Saturday, October 12, 2024
Homeસ્પોર્ટ્સભારત અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં

ભારત અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં

- Advertisement -

કેપ્ટન ઉદય સહારન (100 રન) અને સચિન દાસ (116 રન)ની સદીની ઇનિંગ્સના આધારે ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શુક્રવારે ભારતીય ટીમે નેપાળને 132 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારત સુપર-6 ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમના ખાતામાં 4 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે.

- Advertisement -

ટીમે ગ્રુપ સ્ટેજની પાંચમી મેચમાં અમેરિકાને હરાવ્યું હતું. નોકઆઉટમાં ભારતનો મુકાબલો યજમાન દક્ષિણ આફ્રિકા સામે થશે. દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોન્ટેનમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 165 રન જ બનાવી શકી હતી. સચિન દાસ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular