Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયહરિયાણામાં ઉંદરો હજારો લીટર દારૂ ગટગટાવી ગયાં !

હરિયાણામાં ઉંદરો હજારો લીટર દારૂ ગટગટાવી ગયાં !

બિહાર બાદ હરિયાણાના ઉંદરો શરાબ ઉપરાંત અફિણ અને ગાંજાના નસેડી પણ બની ગયાં

- Advertisement -

જો તમે એવુ માનતા હોય કે બિહારના ઉંદર જ શરાબી છે તો તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. બિહાર બાદ હવે હરિયાણાના ફરીદાબાદના ઉંદરોનું શરાબનું વ્યસન ચર્ચામાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે ફરીદાબાદના ઉંદર તો બિહારના ઉંદર કરતા આગળ છે એટલે કે ચડિયાતા નિકળ્યા છે, કારણ કે આ ઉંદરો શરાબ ઉપરાંત ગાંજા અને અફીણ જેવા માદક પદાર્થોનો રસ પણ ચાખી ચુક્યા છે. ફરીદાબાદના એક પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં આશરે 29 હજાર લીટર શરાબની બોટલ કન્ટેનરોમાંથી ગુમ થઈ ગયો છે. હવે પોલીસનું કહેવું છે કે અહીં મોટી સંખ્યામાં રહેલા ઉંદરો શરાબ ઉપરાંત ગાંજો, અફીણ જેવા માદક પદાર્થોના ડબ્બા અને પોટલીને કોરી ખાઈ ગયા છે.

- Advertisement -

તપાસમાં એવો ખુલાસો થયો છે કે ફરીદાબાદના વેરહાઉસમાં ઉંદરોએ આતંક મચાવ્યો છે. આંકડા પ્રમાણે ગયા વર્ષે તમામ પોલીસ સ્ટેશનોમાં આશરે 53 હજાર 473 લીટર દેશી શરાબ, 29 હજાર 995 લીટર ઈંગ્લિશ શરાબ, 2 હજાર 804 કેન બિયર તેમ જ 805 લીટર કાચો શરાબ જપ્ત કર્યો હતો. આ શરાબને વિવિધ પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. પણ ઉંદરો આ શરાબ ગટગટાવી ગયા. આ અગાઉ બિહારના શરાબી ઉંદરો પણ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. બિહારના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી લાખો લીટર શરાબ ઉંદરો ગટગટાવી ગયા અને નુકસાન કર્યું. બિહારમાં પોલીસે મોટા જથ્થામાં શરાબ જપ્ત કર્યો હતો. જ્યારે શરાબનું પ્રમાણ ઓછું જોવા મળ્યું ત્યારે તપાસ માટે આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે શરાબનો યોગ્ય હિસાબ ન મળતા આ શરાબ ઉંદરો પી ગયા હોવાનું અથવા નુકસાન કર્યાં હોવાનું કહેવામાં આવ્યું. બિહારમાં પૂર માટે ઉંદરો નિમિત્ત બન્યા હતા. ઉંદરોએ પાણી અટકાવવા માટે બાંધવામાં આવેલા બંધમાં ઉંડા દર પાડ્યા હતા. પાણીનું પ્રમાણ વધતા આ બંધો તૂટી ગયા હતા. બિહારમાં ઉંદરો શરાબ પી જવાથી લઈ પાણીના બંધો તોડવા ઉપરાંત ભરતી કરાયેલા શિક્ષકોના નકલી પ્રમાણપત્રોને કોરી ખાધા હતા. આશરે 40 હજાર શિક્ષકોના પ્રમાણપત્રોવાળા ફોલ્ડરને કોતરી ખાધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular