Homeરાજ્યહાલારફોરેસ્ટ ઓફિસરની ખોટી ઓળખ આપી ઉઘરાણી કરનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ

ફોરેસ્ટ ઓફિસરની ખોટી ઓળખ આપી ઉઘરાણી કરનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં એક માછીમાર યુવાનને ફોરેસ્ટ ઓફિસરની ખોટી ઓળખ આપીને ત્રણ શખ્સો દ્વારા રૂપિયા 90 હજાર જેટલી રોકડ રકમની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી, ધાકધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામરેજ બંદરના મૂળ રહીશ અને હાલ દ્વારકાના રૂપેણબંદર ખાતે રહી અને માછીમારીનું કામ કરતા અલ્લાઉદીનભાઈ અલીભાઈ ભેસલીયા (ઉ.વ.34) નામના યુવાનના ઘરે ગત તા. 20 નવેમ્બરના રોજ બ્રિજેશ સોલંકી, અભી તેમજ ઈમ્તિયાઝ ઉર્ફે પપ્પુ નામના ત્રણ શખ્સો આવ્યા હતા. અહીં આરોપીઓએ ફરિયાદી અલ્લાઉદ્દીનભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફોરેસ્ટ અધિકારીને ખોટી ઓળખ આપીને તેમની પાસેથી બળજબરીપૂર્વક રૂ. 90,000 ઉઘરાણી કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બીએનએસની કલમ 308 (5) વિગેરે મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular