Thursday, May 22, 2025
HomeબિઝનેસStock Market NewsHDFC અને ICICI બેન્કના પરિણામો નક્કી કરશે સોમવારની બજારની ચાલ

HDFC અને ICICI બેન્કના પરિણામો નક્કી કરશે સોમવારની બજારની ચાલ

બેન્ક નિફટી તેના ઓલ ટાઈમ હાઈની ખૂબ જ નજીક : એકસપાયરીનું સપ્તાહ હોય ટ્રેડરો રહે સાવધાન

ટ્રમ્પના ટેરિફ પાઉસ અને સમાધાન તરફ આગળ વધી રહેલા ટે્રડવોરને પગલે ગુરૂવારે સમાપ્ત થયેલા ભારતીય શેર બજારના ટુંકા સપ્તાહમાં નિફટી અને સેન્સેકસએ જબરી છલાંગ લગાડી છે. બેન્ક નિફટી લગભગ તેના ઓલ ટાઈમ હાઈના લેવલ સુધી પહોંચી ગયો છે. ત્યારે રોકાણકારો અને ટ્રેડરોની નજર સોમવારથી શરૂ થતા સપ્તાહ પર મંડરાઈ છે. આ સપ્તાહ બજાર માટે અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે. એપ્રિલ ડેરીવેટીવ્સની એકસપાયરીનું સપ્તાહ હોવાને કારણે બજારમાં ઉંચી વોલાટીલીટી જોવા મળી શકે છે. સાથે સાથે ઉપરના મથાળેથી પ્રોફીટ બુકિંગની શકયતાઓ પણ નકારી શકાતી નથી.

- Advertisement -

RSI, MACD જેવા ઈન્ડીકેટર નિફટીમાં મજબુતીના સંકેતો આપી રહ્યા છે તો બીજી તરફ કુલડાઉન થયેલો VIX પણ બજારને સ્થિરતા બક્ષી શકે છે. ખાસ કરીને બેન્ક શેરમાં છેલ્લાં એક સપ્તાહમાં ભારે તેજી જોવા મળી છે પરિણામે બેન્ક નિફટી ઈન્ડેકસ તેના ઓલ ટાઈમ હાઈ (54,467) ના લેવલની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. સંભવત્ સોમવારે બેન્ક નિફટી નવો ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે. જો કે, તેનો આધાર ખાનગી ક્ષેત્રની બે દિગ્ગજ બેંકો એચડીએફસી અને આઇસીઆઈસીઆઈના પરિણામ પર આધાર રાખે છે. આ બન્ને બેંકના પરિણામો શનિવારે જાહેર થવાના છે. જેની સીધી અસર સોમવારે બેંક નિફટી પર જોવા મળશે. પરિણામોમાં થોડું પણ 19-20 થયું તો બન્ને સ્ક્રિપ્ટમાં પ્રોફીટ બુકીંગ જોવા મળી શકે છે કેમ કે, પરિણામ પહેલાં બન્ને બેંકો તેના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાઈવેટ સેકટરની આ બન્ને બેંકો બેન્ક નિફટી ઉપરાંત સેન્સેકસ અને નિફટીમાં પણ સારું એવું વેઈટેજ ધરાવે છે. જે બજારને ઉપર-નીચે લઇ જવામાં આગળ પડતી ભૂમિકા ભજવશે. ટ્રેડરો એ સોમવારે આ બન્ને બેંકોની ચાલ પર નજર રાખવી જરૂરી હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી FII પણ ભારતીય બજારમાં પોઝિટિવ બન્યા છે. આ સપ્તાહના ત્રણ સેશનમાં તેમણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે. જ્યારે DII વેચવાલ બન્યા છે. નિફટીએ 21,750 ના નીચલા લેવલથી લગભગ 2000 થી વધુ પોઇન્ટની રેલી કરી છે. ત્યારે નિફટીમાં હવે થોડું પ્રોફીટ બુકિંગ ડયુ હોય, નિષ્ણાંતો ટ્રેડરોને આગામી સપ્તાહમાં સાવચેત રહેવા સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત ટેરીફ અને ગ્લોબલ સંકેતો પણ બજારની આગળની ચાલ માટે મહત્વના સાબિત થશે.

- Advertisement -

(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular