Thursday, August 6, 2026
Homeરાજ્યજામનગરવ્યાજખોરોનો ત્રાસ યથાવત્, જામનગરના વેપારી દ્વારા બે વ્યાજખોર સામે ફરિયાદ

વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, જામનગરના વેપારી દ્વારા બે વ્યાજખોર સામે ફરિયાદ

વ્યાજના 22 લાખ ચૂકવી દીધા : વ્યાજખોરે 620 ગ્રામ સોનુ પડાવી વેંચી માર્યું : અન્ય વ્યાજખોર દ્વારા મુળ રકમ જેટલું વ્યાજ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી : ગાળો કાઢી મારી નાખવાની ધમકી

જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતાં વેપારીએ ચાર વર્ષ પહેલાં બે વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પેટે વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં એક વ્યાજખોરે અડધો કિલો સોનુ પચાવી પાડયું હતું તેમજ અન્ય વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા શક્તિ પાર્કનો વતની અને હાલ ગોકુલનગર બંસી સ્કૂલવાળી શેરીમાં રહેતાં મુકેશકુમાર પરશોતમભાઈ જ્ઞાનચંદાણી (ઉ.વ.40) નામનો વેપારી ગ્રેઈનમાર્કેટમાંં જયભવાની સેલ્સ લકકી મળી કુલ 620 ગ્રામ સોનુ આપ્યું હતું. જે સોનુ વ્યાજખોરે બારોબાર વેંચી નાખતા વેપારીએ મારી જાણ બહાર દાગીના કેમ વેંચ્યા ? તેમ પુછતા વ્યાજખોરે જેમફાવે તેમ ગાળો કાઢી હતી.

તેમજ વેપારી યુવાને પડાણાના રવિરાજસિંહ ગોહિલ પાસેથી મુકેશકુમારના ભાઈ ઘનશ્યામભાઈને 4 લાખ રૂપિયા માસિક 5%ના વ્યાજે આપ્યા હતાં. જેના વ્યાજપેટે રોકડ રકમ તથા ગુગલ પે તથા વ્યાજની અવેજીમાં તમ્બાકુ પાનમસાલાનો સામાન સહિત કટકે-કટકે આશરે 4 લાખ જેવું વ્યાજ ચૂકવી દીધું હતું તેમ છતાં રવિરાજસિંહ દ્વારા વેપારી પાસે ત્રણ લાખની કિંમતના ફર્નિચર 40 હજાર કિંમત ગણી પડાવી લીધું હતું ઉપરાંત હજુ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વેપારી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.કે. ગોહિલ તથા સ્ટાફે બે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular