Thursday, August 6, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું - VIDEO

જામનગરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું – VIDEO

રાજ્યમાં એનાલોગ ચીઝ અને પનીર ઉપર પ્રતિબંધ બાદ જામનગરમાં ફુડ શાખાનું ચેકીંગ

ગુજરાતમાં એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકવામાં આવતા જામનગર શહેરમાં ફુડ વિભાગ હરકતમાં આવ્યું હતું. શહેરમાં રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર તથા ફાસ્ટફુડ વિક્રેતાને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક સ્થળેથી 12.50 કિલો ગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું હતું.

- Advertisement -

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ વનસ્પતી તેલમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ, બટર ઉપર પ્રતિબંધ લાદયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આ નિર્ણયને લઇ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા હરકતમાં આવી હતી. અને આજે સવારથી જ જામનગર શહેરના રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ફાસ્ટફુડ વિક્રેતા તથા નાસ્તાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન જામનગર શહેરના એક પીઝા પાર્લરમાંથી 12.50 કિલો ગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું હતું જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ સંચાલકને એનાલોગ પનીર, ચીઝનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઇ હતી. આ ઉપરાંત શહેરમાં નાસ્તાની દુકાન વિક્રેતાને ત્યાં પણ એનાલોગ પનીરનો છુટક જથ્થો મળી આવ્યો હતો. જેનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ફુડ વિભાગની કાર્યવાહીને લઇ રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ફાસ્ટફુડ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હતો. ફુડ વિભાગ દ્વારા શહેરના વેપારીઓને શુઘ્ધ અને તાજુ પનીર અને ચીઝ ખોરાકમાં વાપરવા સુચના અપાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular