Friday, March 29, 2024
Homeધર્મ / રાશિGuru Purnima 2021 : ગુરુપૂર્ણિમા વિશેષ: જાણો આજના દિવસનું મહત્વ

Guru Purnima 2021 : ગુરુપૂર્ણિમા વિશેષ: જાણો આજના દિવસનું મહત્વ

અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવે એ ગુરુ

- Advertisement -

importance of guru purnima | ગુરુ પૂર્ણિમાનું મહત્વ : ગુરુપૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો જન્મ થયો હતો. વેદોનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસ જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આ દિવસે દર વર્ષે લોકો પોત પોતાના ગુરુની પૂજા કરે છે.

- Advertisement -

કબીરના શિષ્ય ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. શાસ્ત્રોમાં ‘ગુરૂ‘ એટલે અંધકાર અને તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ‘ગુરૂ’ શબ્દનો અર્થ છે અંધકારને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. એટેલે જ તો કહેવાય છે કે ગુરુ બિન નહીં જ્ઞાન.

ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ ( importance of guru purnima ) અધિક છે. બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે. ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular