Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતકોરોના રીકવરી રેટમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, હવે માત્ર આટલા જ એક્ટીવ...

કોરોના રીકવરી રેટમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, હવે માત્ર આટલા જ એક્ટીવ કેસ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંતના આરે છે. ગઈકાલના રોજ રાજ્યમાં કોરોનાના 28 દર્દીઓ નોંધાયા હતા. એક પણ દર્દીનું છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ થયું નથી જયારે 50 દર્દીઓ રીકવર થયા છે.  રાજ્યમાં રીકવરી રેટ 98.73%  એ પહોચ્યો છે. અને હવે માત્ર 389 એક્ટીવ કેસ છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 4, વડોદરામાં 9, રાજકોટમાં 1, જામનગરમાં 1, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. ત્યારે રીકવરી રેટ 98.73%  એ પહોચ્યો છે.જે રાજસ્થાન સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો કરતા વધુ છે. રાજસ્થાનમાં કોરોના રીકવરી રેટ 99.2% છે. ત્યારબાદ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular