Sunday, October 13, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત લીધી

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત લીધી

ગુજરાતમાં 100 કરતાં વધુ દિવસથી કોંગ્રેસનું પ્રમુખપદ ખાલી છે !!

- Advertisement -

- Advertisement -

ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષની સાથે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિયુક્તિની પ્રક્રિયાના ભાગ રૂપે રાહુલ ગાંધી શુક્રવારે ગુજરાતના પક્ષના નેતાઓને મળ્યા હતા અને તેમને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં વ્યાપેલી જૂથબાજીને પગલે રાહુલે રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓને મળવાનો આગ્રહ રાખ્યો હતો અને રાજ્ય કોંગ્રેસના નવા પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની નિયુક્તિ અંગે તેમના પ્રતિભાવ માગ્યા હતા.
જોકે, રાહુલ નવા કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની પસંદગીમાં કેટલું સંતુલન જાળવે છે એ જોવાનું રહેશે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે તેમને કોંગ્રેસમાં એકલો પાડી દેવાયો છે. કોંગ્રેસનું બીજું જૂથ ખુલ્લેઆમ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનાં નામનો પક્ષપ્રમુખ તરીકે વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસમાં જગદીશ ઠાકોર, નારણ રાઠવા અને નરેશ રાવલનાં નામો પક્ષપ્રમુખ તરીકે તો શૈલેશ પરમાર, વીરજી ઠુમર કે પુંજાભાઈ વંશનાં નામો વિરોધ પક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યાં છે.

દરમિયાન, એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં પક્ષના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા નવેમ્બર મહિનામાં ગુજરાતની મુલાકાતે આવશે. પક્ષની ચિંતન શિબિરનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહી છે. રાહુલ ગાંધી એ કાર્યક્રમમાં ભાગ લે એવી શક્યતા છે જેમાં અનેક નેતાઓ ચૂંટણીની રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરશે.

બેઠક દરમિયાન એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ અને ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ વિધાનસભ્ય જિ જ્ઞેશ મેવાણીના પ્રતિનિધિ મંડળમાં અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, નારણ રાઠવા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ગ્યાસુદ્દીન શેખ સહિત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.

માર્ચ મહિનાથી ખાલી પડેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે તત્કાલ બેઠક બોલાવવામાં આવી હતી. પંચાયતોની ચૂંટણીમાં પક્ષને મળેલી હાર બાદ અમિત ચાવડાએ અને વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular