Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયસિમેન્ટ પરનો જીએસટી દર ઘટાડવાના સંકેત

સિમેન્ટ પરનો જીએસટી દર ઘટાડવાના સંકેત

- Advertisement -

આગામી દિવસોમાં મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ પરનો ટેક્ષ ઘટાડવા પર વિચારણા થશે. નાણામંત્રી નિર્મલા સીતારામને કોફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (સીબીઆઈ)ની એક બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું જાણું છું કે આ માંગ લાંબા સમયની છે. હાલ સિમેન્ટ પર 28% જીએસટીનો દર લાગે છે અને બાંધકામ ઉપરાંત માળખાકીય ક્ષેત્રમાં જે વિશાળ પ્રોજેકટ છે તેમાં સિમેન્ટની આવશ્યકતા સૌથી વધુ છે. નાણામંત્રીએ જણાવ્યું કે જીએસટીનો તમારો મુદો અમો હાથ પર લીધો છે અને જીએસટીની જે ફીટમેન્ટ કમીટી છે તે તેના પર વિચારણા કરશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.18ના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળશે. જેમાં સિમેન્ટ પરનો 28% નો જીએસટી દર ઘટાડો ને 18 કે 12%નો કરાશે જે રીતે દેશમાં બાંધકામમાં ઈનપુટ મટીરીયલના દામ ઉંચા ગયા છે તેના પરથી હવે બાંધકામ ક્ષેત્રને રાહત આપવા માટે સિમેન્ટ પરનો જીએસટી ઘટાડીને મદદરૂપ થઈ શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular