Thursday, May 30, 2024
Homeરાજ્યજામનગરજામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ સાથે...

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ સાથે શુભેચ્છા બેઠક

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે ભારત સરકારના રેલવે તથા ટેકસટાઈલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ સાથે તા.6 ના રોજ શુભેચ્છા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર- દેવભૂમિ દ્વારકાના પૂનમબેન માડમ, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિશયા, મેરામણભાઈ ભાટુ, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, રેલવે વિભાગના તથા ટેકસટાઇલ વિભાગના વિવિધ અધિકારીઓ, ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યઓ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, જામનગર બાંધણી હસ્તકલા એસોસિએશનના પ્રમુખ વિબોધનભાઈ શાહ તથા સભ્યઓ તેમજ બાંધણી ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા કારીગરો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ શબ્દોથી સ્વાગત કરતાં જણાવેલ કે, જામનગર ચેમ્બર પશ્ર્ચિમ ભારતની સૌથી જૂની વેપાર-ઉદ્યોગની સંસ્થા છે. જામનગરમાં મુખ્ય ઉદ્યોગો બ્રાસ, બાંધણી અને રીફાઈનરી છે. જામનગરમાં તૈયારી થતી બ્રાસની પ્રોડકટસ જે રેલવેના એન્જીન તથા ઈલેકટ્રીક ઉપકરણોમાં વપરાશ કરવામાં આવે છે તે જામનગરમાં તૈયાર થાય છે. તેમજ જામનગરની બાંધણીને જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન (જી.આઈ.) ટેગ મળેલ છે. ત્યારથી જામનગરની બાંધણી માટે સરકાર દદ્વારા યોજાતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં યોજાત એકઝીબીશનમાં સ્ટોલ રાખવામાં આવે છે અને જામનગરની એક ઓળખ ઉભી કરવામાં આવે છે જામનગર ચેમ્બર બાંધણી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયાસો કરતી રહે છે. આ તકે ભારત સરકાર તરફથી પણ જામનગરના બાંધણી ઉદ્યોગને વેગ મળે તે માટે સાથ સહકાર આપવા તેમજ રેલવે વિભાગ દ્વારા પોસ્ટ વિભાગ સાથે મળી પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવેલ છે તેના અમલીકરણ માટે તથા વ્યાપ વધારવા મંત્રીને અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ચેમ્બર પ્રમુખ દ્વારા મહેમાનોનું પૂષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ચેમ્બરના માનદ સહમંત્રી કૃણાલભાઈ શેઠે ચેમ્બરનો પરિચય આપ્યો હતો. તથા ચેમ્બરના માનદ ઓડીટર તુષારભાઈ રામાણીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન દર્શનાબેન જરદોશનો પરિચય આપ્યો હતો. તેમજ ચેમ્બર દ્વારા રેલવેને લગતા પ્રશ્ર્નોનું તૈયાર કરવામાં આવેલ આવેદનપત્ર ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા એ મંત્રી દર્શનાબેન જરદોશ તથા સાંસદ પૂનમબેનને પાઠવેલ હતું. આ તકે જામનગર- દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જામનગરને રેલવે સુવિધા તથા ટેકસ ટાઈલને વધુમાં વધુ લાભો મળે તે માટે કાર્યો કરવામાં આવે છે. વધુમાં જામનગર ચેમ્બર દ્વારા વેપાર – ઉદ્યોગને લગતા પ્રશ્ર્નોની જાગૃતતા સતત રજૂઆતોકરવામાં આવે છે અને તેના મારા દ્વારા શકય હોય તેટલાં પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા પ્રયાસો કરવામાં આવે છે. જામનગર ચેમ્બરને 2017 થી જીઆઈટેગ મળેલ છે તો તેના વિવિધ લાભ અપાવવા આથી આ તકે મંત્રી દર્શનાબેન જરદોશને અનુરોધ કર્યો હતો. તેમજ ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા તેમની સમગ્ર ટીમને સતત ત્રીજી ટર્મ માટે રિપીટ થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમના મુખ્ય મહેમાન દર્શનાબેન જરદોશ તેમના ઉદબોધનની શરૂઆતમાં ચેમ્બરના સૌથી જૂના સભ્ય અને કારોબારી સમિતિના સભ્ય શ્રેણિક એમ. મહેતાના પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું. રેલવે અંગે પ્રધાનમંત્રીના ડેલવપમેન્ટ પ્લાન મુજબ આઝાદી કા અમૃતકાળ અંતર્ગત જામનગરના રેલવે સ્ટેશનને અપગે્રડ કરવા નકકી થયેલ છે. આ માટે જામનગર મહાનગર પાલિકાને સાથે રાખી ડીઝાઈન તૈયાર થયા બાદ જરૂરી સૂચનો મેળવી ફાઈનલ કરવામાં આવશે. જ્યાં સુધી આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી નવી ટે્રઈનો તથા લાંબા અંતરની ટે્રઈનો ન આવી શકે. કાર્ગો ફ્રેઈટ લાઈટ વેગનો સીધો કંપનીમાં લગાવી માલ ભરાઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા વિચારણા ચાલે છે. જામનગર ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરમાં આવે છે, પાર્સલ માટે પોસ્ટ વિભાગ સાથે નકકીછ થયા અનુસાર વેપારી કે ઉદ્યોગકારો પાસેથી પાર્સલ મેળવી વેગન થૃ મોકલવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવેલ છે. વધુમાં જામનગરનો બાંધણી ઉદ્યોગ ખૂબ જ જૂનો છે. જામનગરની બાંધણી નિકાસ પણ કરવામાં આવે છે. જેથી જામનગરની બાંધણી દેશ વિદેશમાં પણ ખુબ જ ખ્યાતિ ધરાવે છે. તેમજ જામનગરની બાંધણીને જીઆઈ ટેગ મળેલ છે. આથી જો બાંધણીના ઉત્પાદકો આ જીઆઈ ટેગનો ઉપયોગ કરે અને બાંધણીના લોગા સાથે વેચાણ કરે તો એક બ્રાન્ડ તરીકે જામનગરની બાંધણીને વેચી શકાય અને તેની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે. સરકારની ટેકનિકલ ટેકસ ટાઈલ પોલીસીનો લાભ લેવો જોઇએ. તેમજ આ માટેની જરૂરી મશીનરી જે આયાત કરવામાં આવે છ તેને જો ભારતમાં બનાવામાં આવે તેવી સરકારની નેમ છે. જામનગરના બાંધણી ઉદ્યોગને વિશ્ર્વ ફલક પર લઇ જવા મારા તરફથી જે કાંઈ થશે તે માટે સાથ સહકાર આપવા ખાત્રી આપી હતી.

- Advertisement -

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદમંત્રી અક્ષતભાઈ વ્યાસે કર્યુ હતું. તેમજ કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરીએ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular