Monday, August 31, 2026
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના કર્મચારીને ફડાકો ઝિંકી હાથ મરડી નાખ્યો

પીજીવીસીએલના કર્મચારીને ફડાકો ઝિંકી હાથ મરડી નાખ્યો

જામનગર શહેરના ધરારનગર, ત્રણ માળિયા આવાસ પાછળ પીજીવીસીએલના કર્મચારીને મોડા આવવાની બાબતે ફડાકો ઝિંકી, હાથ મરડી નાખી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના સરૂ સેકશન રોડ, સરદાર પટેલ સોસાયટી, શેરી નંબર બે, નીલકંઠ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિનેશભાઇ રૂગનાથભાઇ બારૈયા (ઉ.વ.48) શનીવારે બપોરે ધરારનગર પાવર હાઉસ, ત્રણ માળિયા આવાસની પાછળ, સાત નાલાની પાસે તેની ફરજ પર હતા તે દરમ્યાન ખીમાજી જાડેજા નામના શખ્સે આવીને દિનેશભાઇને મોડા કેમ આવો છો? તેમ કહી ગાળગાળી કરી, ઝાપટ ઝિંકી દીધી હતી અને ત્યારબાદ હાથ મરડી નાખી ફરજમાં રૂકાવટ કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે દિનેશભાઇ દ્વારા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખીમાજી જાડેજા વિરૂદ્ધ ગાળો કાઢી, માર મારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular