જામનગર શહેરમાં મંગલધામ સોસાયટી શેરી નંબર-2 માં રહેતી યુવતીએ અગમ્યકારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મંગલધામવ સોસાયટી શેરી નંબર-2 મારૂ કંસારા હોલ પાછળ રહેતી જાનવીબેન દિનેશભાઈ ગંઢા (ઉ.વ.17) નામની યુવતી ને છેલ્લાં બે દિવસથી તાવ આવતો હોય તેમજ તેની કોલેજનું રિઝલ્ટ આવ્યું હોય, તા.2 ના સાંજના સમયે અગમ્યકારણોસર પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પિતા દિનેશભાઈ દ્વારા પોલીસને જાણ કરતા સિટી એ ના એએસઆઈ આર.કે. જાડેજા તથા સ્ટાફ દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો અને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


