Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મહેશ્વરીનગરમાંથી રૂા.10,500 ની રોકડ અને ઘોડીપાસા કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં મહેશ્વરીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોની પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,500 ની રોકડ રકમ અને એક જોડી ઘોડીપાસા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગારદરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે આવેલા મહેશ્વરીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા રેઇડ કરતા ફિરોઝ ઉર્ફે કડો કાસમ કુરેશી, નુરમામદ ઉર્ફે મામુ ઓસમાણ બ્લોચ, દેવા રાણા મહીડા અને વિરા બાના ગડણ નામના ત્રણ શખ્સોને રૂા.10,500 ની રોકડ રકમ અને એક જોડી ઘોડીપાસા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular