Thursday, January 27, 2022
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલથી વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત

જામનગરમાં આવતીકાલથી વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા આવતીકાલથી હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત કરવામાં આવશે.

- Advertisement -

દેશમાં કોરોના ના કેસ ને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે. જેને જોતા સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત તારીખ 3 જાન્યુઆરી ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 10 જાન્યુઆરી થી હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. બંને ડોઝ લીધેલ હોય તેમજ બીજા ડોઝ ને નવ મહિના એટલે કે “૩૯ વિક” પૂરા થયા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. તા.૧૦-૦૪-૨૦૨૧ સુધીમાં બીજો ડોઝ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓ તા.૧૦-૦૧-૨૦૨૨ના રોજ વેક્સિનના પ્રિકોશનરી ડોઝ માટે એલીજીબલ રહેશે. પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રિકોશનરી ડોઝ લેવા માટે લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular