Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દાંડિયા કલાસના સંચાલક નાનક ત્રિવેદી સહિત ચાર શખ્સ દારૂની મહેફીલ માણતાં...

જામનગરના દાંડિયા કલાસના સંચાલક નાનક ત્રિવેદી સહિત ચાર શખ્સ દારૂની મહેફીલ માણતાં ઝડપાયા

તલાલા પંથકમાં ફાર્મ હાઉસમાંથી દારૂ અને મોબાઇલ સહિત રૂા.26,000નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં પટેલકોલોનીમાં રહેતાં અને દાંડિયા કલાસ ચલાવતા જાણીતા સંચાલક સહિતના ચાર શખ્સો તલાલા તાલુકાના બોરવાવ ગીર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતાં જુનાગઢ પોલીસે રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરતાં ભારે ચકચાર જાગી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામની સીમમાં આવેલ માધવ ફાર્મ હાઉસમાં દારૂની મહેફ્લિ ચાલતી હોવાની બાતમી મળતાં પીએસઆઇ બાંટવા તથા સ્ટાફ સાથે મોડીરાત્રે ફાર્મહાઉસમાં રેઇડ કરતા નશામાં ચૂર જામનગર દાંડીયા ક્લાસીસના સંચાલક નાનક દયાશંકરભાઈ ત્રિવેદી અને સપ્લાયર સહિત ચાર લોકો રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાં હતા.જામનગરના દાંડીયા સંચાલક ઝડપાઇ જવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેરભરમાં ચકચાર જગાવી હતી તલાલા પોલીસે જામનગરના દારૂ રસીયા અને સપ્લાયર પાસેથી ફાર્મ હાઉસમાંથી એક બોટલ વિદેશી દારૂ તથા પાંચ મોબાઈલ સહિત 26 હજારનો મુદ્દામાલ પણ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular