જામનગર શહેરમાં વામ્બે આવાસ કોલોનીમાં જાહેરમાં સિક્કા ઉછાળી કાટ-છાપનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 73,500ની રોકડ, 3 મોબાઇલ ફોન અને એક બાઇક સહિત કુલ રૂપિયા 1,28,504ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં વામ્બે આવાસ કોલોનીના બ્લોક નંબર 18 અને 19ની વચ્ચે જાહેરમાં રૂપિયાના સિક્કા ઉછાળી કાટ-છાપનો જુગાર રમાતો હોવાની યુવરાજસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન કાસમ તૈયબ સમા, નારાયણ ભરત નંદા, વિજય દાના મકવાણા, આમદ ઉર્ફે ડાડો ઓસમાણ ખફી નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા 73,500 રોકડા, રૂા. 15 હજારની કિંમતના 3 નંગ મોબાઇલ, રૂા. 40 હજારની કિંમતનું બાઇક અને બે રુપિયાના બે સિકકા મળી કુલ રૂા. 1,28,504નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન નાશી ગયેલા સુનિલ ભાટિયા, સાજણ ઉર્ફે મુન્નો, કમલેશ બોદરિયા સહિતના સાત શખસો વિરુઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરમાં મેલડી માતાજીના મંદિર પાસેની શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ગંભીર કરણ દરજી, ભીમસિંગ જયબહાદૂર દરજી, રતનસિંગ ચંદ્રાસિંગ દરજી, ચકરા કાલુ પરિયાર સહિતના ચાર શખ્સોને રૂા. 11,090ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામજોધપુર ગામમાં પટેલ સમાજની પાછળ આવેલા રામવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન ઋષિ અશોક જાની, અર્જુન ભીખા રાઠોડ, ચંદુ બાબુ ચૌહાણ, ગોપાલ ભીમા ગુજરાતી, અશોક જમન રાઠોડ તથા એક મહિલા સહિત છ શખ્સોને પોલીસે રૂા. 10,510ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.