જામનગર શહેરમાં ઈન્દીરા કોલોનીમાં રહેતાં યુવાનને અગાઉ છોકરી બાબતની માથાકૂટ થઈ હોય. જેનો ખાર રાખી ચાર શખ્સોએ ફરસી તથા ધોકા અને પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામગર શહેરમાં ઈન્દીરા કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશભાઇ પેથાભાઈ વાઘેલા નામના યુવાનને રાહુલ ઉર્ફે જીણો સાથે અગાઉ છોકરી બાબતે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી રાહુલ તથા ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી આવાસના માર્ગ પર આંબેડકર બ્રીજ નીચે રાત્રિના સમયે મહેશને આંતરીને ફરસી, ધોકા અને પાઈપ વડે આડેધડ ઘા ઝીંકી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે મહેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.