Friday, March 29, 2024
Homeરાજ્યજામનગર544 આવાસ યોજનાના ફોર્મ પ્રથમ દિવસે જ ખાલી...!

544 આવાસ યોજનાના ફોર્મ પ્રથમ દિવસે જ ખાલી…!

નવા ફોર્મ છપાઇને મંગળવારે આવશે : મકાન વાંચ્છુઓએ મંગળવારે જ જવું

- Advertisement -

જામનગરમાં હેડકવાર્ટર પાછળ નિર્માળ પામનારા આર્થિક રીતે પછાત લોકો માટેના 544 આવાસ માટેના અરજી ફોર્મનું આજથી વિતરણ શરૂ થતાં માત્ર એક જ કલાકમાં 1300 વહેંચાઇ ગયા હતાં.

- Advertisement -

આજ રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા ટી.પી 1 એફ.પી.63 શરુ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ જગ્યામાં EWS2 પ્રકારના 544 આવાસ યોજનાના અરજીફોમ બ્રોશર વિતરણ બપોરના 2.30વાગ્યે ધારાસભ્ય આર.સી.ફળદુ, મેયર બિનાબેન કોઠારી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ થયાના એક કલાકમાં જ 1300 ફોર્મ વહેંચાઈ ગયા હતા. જામનગર મહાનગરપાલિકા માટે નગરજનો ના બહોળા પ્રતિસાદને આભારી છે અને આ માટે કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાનીના અનુભવ તથા HDFC બેંકના સહયોગથી શક્ય બનેલ છે. વધુમાં નાયબ ઈજનેર સ્લમ હાઉસિંગ શાખાના જણાવ્યા મુજબ નવા 5000 અરજી ફોર્મ પ્રિન્ટ કરવાના હોય તા.21 જુન મંગળવારથી રાબેતા મુજબ HDFC બેંક જોગસ પાર્ક મુખ્ય શાખામાંથી મળી શકશે. તેની નગરજનોને નોંધ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular