જામનગરમાં રાષ્ટ્રસંત પરમગુરૂદેવ નમ્રમુની મહારાજ સાહેબની 54મો જન્મ પ્રસંગ માનવતા મહોત્સવ અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ પારસધામ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી મહાઅનંત અર્હમ આહાર સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગર શહેરમાં 6500 સહિત કુલ અંદાજિત 54000 જેટલા જરૂરિયાતમંદો માટે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ તકે અર્હમ યુવા સેવા ગ્રુપના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં અને બાળકોને ભોજન પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતાં.