Wednesday, September 27, 2023
Homeઆંતરરાષ્ટ્રીયFIFAએ ભારતીય ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

FIFAએ ભારતીય ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 પણ યોજાશે નહીં

- Advertisement -

વિશ્ર્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે ફીફાએ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને લઈને એક ઘોષણા કરી હતી. ફીફાએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે.

- Advertisement -

આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની કગાર પર છે પરંતુ હજુ થોડો સમય બાકી છે. ફીફા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular