દ્વારકા તાલુકાના રહેતા મનીષભા લગધીરભા સુમણીયા નામના 23 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સાથે દ્વારકામાં ગોમતીઘાટ પાસેના વિસ્તારમાં પેસેન્જર બોટ બોટમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી અને રાજાભા ગગાભા માણેક, કણભા ગગાભા માણેક, હાડાભા ગગાભા માણેક તેમજ રાજાભા અને હાડાભાના દીકરાઓ, ભાવેશ કણભા, બલી સુરાભા મકવાણા તેમજ ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ 10 શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને ફરિયાદી મનીષભા ઉપર લોખંડના પાઇપ, છરી તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કર્યો હતો.
એટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, પથ્થરના છુટા ઘા મારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 307, 504, 506 (2), 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.