Wednesday, August 19, 2026
Homeરાજ્યહાલારસોલાર કંપનીના મેનજર સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર 10 શખ્સોનો જીવલેણ હુમલો

સોલાર કંપનીના મેનજર સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર 10 શખ્સોનો જીવલેણ હુમલો

કાલાવડ તાલુકાના રામપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટના મેનેજર તથા કર્મચારીઓ ઝાડ નીચે બેઠા હતા. ત્યારે આઠ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી મેનેજરને જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. અન્ય કર્મચારીઓને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ હુલ્લડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરમાં સર્મપણ સર્કલ પાસે વાસા વીરા સોસાયટીમાં પંચાયત કાફેની બાજુમાં રહેતાં અને ઓપેરા સોલાર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં રાજેશભાઇ ઉર્ફે રાજુ મેપાભાઇ બૈડિયાવદરા (ઉ.વ.46) નામનો યુવાન તેના મોટાભાઇ રાયદેભાઇ, નથુભાઇ ગાગલિયા નામના ત્રણ વ્યક્તિઓ મંગળવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં કાલાવડ તાલુકાના રામપર ગામ પાસે આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે આવેલા પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે સમયે લાલપુર તાલુકાના ચોરબેડી ગામનો બશીર હબીબ સમા અને કાલાવડ તાલુકાના ગલપાદર ગામનો ઇકબાલ થૈયમ તથા આઠ અજાણ્યા સહિતના દસ શખ્સો પૂર્વ આયોજિત કાવતરૂ રચી બાઇક પર પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મેનેજર રાજેશને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપ વડે હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ટોળા દ્વારા કરાયેલા હુમલામાં રાજેશને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇ રાયદે તથા નથુભાઇ ઉપર પર જેમ ફાવે તેમ હુમલો કરી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.

દસ જેટલા શખ્સો દ્વારા હુલ્લડ કરી સોલાર કંપનીના મેનેજર અને તેના ભાઇ સહિતના ત્રણ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફે રાજેશભાઇના નિવેદનના આધારે દસ શખ્સો વિરૂદ્ધ હુલ્લડ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular