Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયપાક વેચવા સીધા સંસદ જશે ખેડૂતો

પાક વેચવા સીધા સંસદ જશે ખેડૂતો

દિલ્હી બોર્ડરે બેરીકેડ્સ હટાવ્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકેતનું એલાન : દિલ્હી પોલીસ બની સતર્ક

- Advertisement -

કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા 11 મહિનાથી દિલ્હીના ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં અચાનક જ પોલીસે ટિકરી અને ગાઝીપુર બોર્ડરેથી પોતે જે બેરિકેડ્સ રોડ પર લગાવ્યા હતા તેને હટાવી લેવામાં આવ્યા છે. જેને પગલે અહીંના રોડને ખુલ્લા મુકવામાં આવશે. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે હવે ખેડૂતો ટ્રેક્ટરો ભરીને પોતાનો પાક વેચવા સીધા સંસદ જશે. આ જાહેરાતને પગલે દિલ્હી પોલીસ અને પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. ટિકૈતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતો પોતાનો પાક ક્યાંય પણ વેચી શકશે. રસ્તાઓ ખુલશે તો અમે પણ પોતાનો પાક વેચવા સીધા દિલ્હીમાં સિૃથત સંસદ પહોંચી જઇશું. પહેલા અમારા ટ્રેક્ટર દિલ્હી જશે અમે કોઇ રસ્તા નથી રોકી રાખ્યા, અમે હવે આગળની અમારી યોજના બનાવીશું. ટિકૈતે આ નિવેદન ગાઝીપુર બોર્ડર પરથી આપ્યું હતું કે જ્યાં દિલ્હી પોલીસે લગાવેલા બેરિકેડ્સને હટાવી લીધા છે.

- Advertisement -

આ બેરિકેડ્સ હટતા જ ગાઝિયાબાદ-દિલ્હી રોડ ખુલ્લો થઇ જશે જેનાથી આસપાસના વેપારીઓ અને કંપની તેમજ ફેક્ટરી માલિકોને ફાયદો થઇ શકે છે. જોકે આ બેરિકેડ્સ કેમ લગાવવામાં આવ્યા હતા તેનો જવાબ આપતા દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસૃથાનાએ કહ્યું હતું કે આ બેરિકેડ્સ નોઇડામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લગાવ્યા હતા. હવે અમે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને સાથે આશા છે કે ટૂંક સમયમાં આ રસ્તો આમ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. નોંધનીય છે કે ખેડૂતોના આંદોલન સ્થળે બેરિકેડ્સ લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આંદોલનનો અધિકાર છે પણ કોઇ રોડને લાંબા સમય સુધી બંધ ન રાખી શકાય. નોંધનીય છે કે ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી સમયે કેટલાક સ્થળે હિસા થઇ હતી. જે બાદ દિલ્હીની જે પણ બોર્ડર પર આંદોલન ચાલી રહ્યા હતા ત્યાં પોલીસ દ્વારા આ પ્રકારના બેરિકેડ્સ લગાવાયા હતા જેમાં રોડ પર ખીલા પણ નાખવામાં આવ્યા હતા અને કાંડાના વાયરો લગાવી દેવાયા હતા. હાલ આ બેરિકેડ્સ નેશનલ હાઇવે નંબર નવ પર આવેલા હતા. જેને પણ હટાવી લેવાયા છે. જ્યારે ભારતીય કિસાન યુનિયના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ બેરિકેડ્સ અમે નહીં પોલીસે જ લગાવ્યા હતા અને તેથી આ અવરોધ જનતા માટે અમે નહીં પણ પોલીસે જ ઉભો કર્યો હતો. જેને હવે દુર કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે બેરિકેડ્સ હટાવવામાં જ આવ્યા છે ત્યારે ખેડૂતો સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જ્યારે અન્ય એક ખેડૂત નેતા પવન રટાણાએ કહ્યું હતું કે હવે જ્યારે સરકારે અને પોલીસે બેરિકેડ્સ હટાવી જ લીધા છે ત્યારે અમે દિલ્હી તરફ કુચ કરીશું. ટિકૈતે પણ કહ્યું હતું કે અમે દિલ્હીમાં ટ્રેક્ટર ભરીને અમારો પાક, શાકભાજી વગેરે લાવીશું અને તેને વેચવા માટે સંસદ જઇશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular