Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયલખીમપુર ખેરી હિંસાનો સ્ફોટક FSL રિપોર્ટ

લખીમપુર ખેરી હિંસાનો સ્ફોટક FSL રિપોર્ટ

આશિષ-અંકિતની પરવાનાવાળી ગનમાંથી ગોળીઓ છૂટી હતી : 3 ઓકટોબરની આ ઘટનામાં ત્રણ ખેડૂતો-એક પત્રકારની હત્યા થઇ હતી

- Advertisement -

- Advertisement -

લખીમપુર હિંસા કેસમાં, આશિષ મિશ્રા અને તેના નજીકના સાથી અંકિત દાસના લાઇસન્સધારક હથિયારના બેલિસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટિકુનિયામાં હિંસા દરમિયાન લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગ પણ થયું હતું.

વાસ્તવમાં ટિકુનિયા હિંસા દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ તપાસ માટે લખીમપુર પોલીસે અંકિત દાસની રીપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર કબજે કરી ચારેય હથિયારોનો એફએસએલ રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે.

- Advertisement -

FSL રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આશિષ મિશ્રાના લાયસન્સવાળા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફાયરિંગ રાઈફલથી થયું હતું કે રિવોલ્વરથી. હાલમાં ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ હવે આશિષ મિશ્રા અને અંકિત દાસની મુશ્કેલી વધી શકે છે. હાલ બંને જેલમાં છે.

3 ઓક્ટોબરના રોજ, લખીમપુર ખેરીના ટિકુનિયા ખાતે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત સામે ખેડૂતોનું એક જૂથ વિરોધ કરી રહ્યું હતું, ત્યારે ત્રણ વાહનોના કાફલાએ ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર ખેડૂતો અને એક પત્રકારના મોત થયા હતા. ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. રોષે ભરાયેલા ટોળાએ ભાજપના ત્રણ કાર્યકરોને માર માર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular