Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગનું પ્રદર્શન અને વેચાણ

જામનગરમાં જૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગનું પ્રદર્શન અને વેચાણ

- Advertisement -

જૈન સોશિયલ ગ્રુપ નવાનગર-જામનગર દ્વારા જૈન મહિલાઓને સ્વાવલંબી થવામાં મદદરુપ થવાના ઉમદા આશયથી તા. 6 થી 8 ઓકટોબર દરમિયાન કુંવરબાઇની જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગર ખાતે રાખેલ છે. જેનું ઉદ્ઘાટન તા. 6ના સવારે 10:30 કલાકે આમંત્રિત મહેમાનો દ્વારા થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન એમ.ડી. મહેતા એજ્યુકેશન ધ્રોલના સુધાબેન ખંઢેરીયા અને અતિથિ વિશેષ એમ.ડી. મહેતા, એડયૂ. ટ્રસ્ટના મીનાબેન શેઠ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જૈન સોશિયલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા યોજાતા પ્રદર્શન અને વેચાણની વિશેષતા એ છે કે, મનો-દિવ્યાંગ બાળકોના રોટરી આસ્થા ડે-કેર સેન્ટર તથા અંધજન તાલિમ કેન્દ્રને નિ:શૂલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓથી લોકો માહિતગાર થાય અને તેમની વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરી શકે. તદ્ઉપરાંત એનિમલ હેલ્પલાઇન અને લીલાવતી નેચર ક્યોરને પણ નિ:શૂલ્ક સ્ટોલ ફાળવી લોકોને તેમની સેવાઓથી વાકેફ કરવા પ્રયાસ કરવામાં આવે છે.

આ પ્રદર્શન અને વેચાણમાં રાખવામાં આવતાં ફૂડ કોર્ટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની જૈન વાનગીઓનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. હાઇપર એક્ટિવ ગ્રુપના જામનગરના નામાંકિત જૈન પરિવારના લોકો જાતે વાનગી બનાવે, ખૂબ કિફાયતી ભાવે પ્રેમથી પારસે અને પાછો તેમાંથી જે નફો થાય તેમાં પોતા તરફથી રકમ ઉમેરીને રોટરી કલબ જામનગર અનુદાનિત આસ્થા ડે-કેર સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોને અર્પણ કરવામાં આવે છે.

- Advertisement -

પ્રદર્શન અને વેચાણમાં નેઇલ આર્ટ, ફેન્સી ડ્રેસ અને ડાન્સ કોમ્પિટીશનનું પણ આયોજન કરવામાં આવેલ છ.ે મુલાકાતીઓના લાભાર્થે દર કલાકે લક્કી ડ્રો રોજ રાત્રે મેગા ડ્રો અને ત્રણેય દિવસના મુલાકાતીઓના કુપનના સુપર મેગા-ડ્રોનું પણ વિશેષ આયોજન છે.

વિવિધ ઉમદા હેતુથી આયોજિત આ પ્રદર્શન અને વેચાણની અવશ્ય મુલાકાત લેશો વધુ વિગત માટે મો. 9979969595, 9879515592, 9998960050નો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular