Connect with us

ગુજરાત

બિનખેડૂત લોકો પણ હવે જમીન ખરીદી શકશે : રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

જમીન ખરીદવા કલેકટરની મંજુરી નહિ લેવી પડે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત સરકારે આજે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારો કર્યો છે. રાજ્ય મંત્રીમંડળના નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિં લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી વ્યવસ્થામાં અંત આવશે.

રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય, પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં GDCR(જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આ પ્રકારની જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન(એકીકરણ) કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિં. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10 ટકા કિંમત-પ્રિમિયમ ભરીને તબદીલ થઇ શકશે.

ડેટ રીકવરી-દેવા વસુલી, NCLT(નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ), લિકવિડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના 60 દિવસમાં જંત્રીના ફકત 10 ટકા પ્રિમિયમ ભરવાનું રહેશે.

આ નિર્ણયથી ઊદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે.

 

ગુજરાત

કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં નવા ચહેરાઓ પર વધુ ફોકસ કરશે

ચૂંટાયા પછી પક્ષની સાથે નહીં રહેનાર સ્થાનિક નેતાઓને ટિકીટ આપવામાં આવશે નહીં : પ્રદેશ પ્રમુખ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા 18થી 28મી જાન્યુઆરી દરમિયાન જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાશે, શહેરોમાં વોર્ડ વાઈઝ, જિલ્લામાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તેમજ 81 નગરપાલિકામાં વોર્ડ વાઈઝ કોંગ્રેસના આગેવાનો રૂબરૂ જઈ જનતાના પ્રશ્ર્નોને વાચા આપશે.

રવિવારે બપોરે પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે આ વાત સાથે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ઉમેદવારોમાં કોંગ્રેસ પક્ષ આ વખતે 50 ટકા નવા ચહેરાને તક આપશે, ચૂંટાયા બાદ પક્ષની સાથે નહિ રહેલા ઉમેદવારોને રિપીટ નહિ કરવાની સૂચના આપી દેવાઈ છે. પક્ષમાં સક્રિય રહ્યા છે તેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે મોટી સંખ્યામાં નવા ચહેરાને તક અપાશે.

પ્રભારીએ કહ્યું કે, દસ દિવસ સુધી જનસંપર્ક અભિયાનમાં મહાનગરોના 143 વોર્ડ, 1096 જિલ્લા પંચાયત સીટ, 5274 તાલુકા પંચાયત સીટ, 81 નગરપાલિકામાં મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનો પ્રજાના પ્રશ્ર્નોેની ચર્ચા કરશે અને આ પ્રશ્ર્નોને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાશે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હેલ્લો કેમ્પેઈન બાદ બીજા તબક્કામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કુલ 270 આગેવાનો 10 દિવસ ગુજરાતના 17 હજાર ગામડાઓ, શહેરી વિસ્તારોમાં રૂબરૂ જઈ લોકોને મળશે. શહેરી વિસ્તારોમાં રસ્તા પાણી, સુવિધાનો અભાવ, ભ્રષ્ટાચાર, શિક્ષણ આરોગ્ય સહિતના પ્રશ્ર્નોેને વોર્ડ લેવલે ઉજાગર કરાશે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો કૃષિ કાયદાથી નારાજ છે.

ભાજપના આગેવાનો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, અમે ખેડૂતોને સાચી હકીકત જણાવીશું. આ ઝુંબેશનો હેતુ લોકોની સમસ્યા સાંભળી, તેના નિવારણ માટેની રણનીતિની વાત, સરકાર જ્યાં અન્યાય, અત્યાચાર કરે છે તેનો મજબૂત જવાબ આપવાની રણનીતિ સાથેનો રહેશે. કેટલાક કોંગી નેતાઓ એ.સી. ચેમ્બરોમાં જ બેસી રહે છે, જે હવે શેરીઓ-ગામડાં ખૂંદવાના છે.

વધુ વાંચો

ગુજરાત

ધુમ્મસ : અમદાવાદ-વડોદરા હાઇવે પર 25થી વધુ વાહનો અથડાયાં બાદનો વીડિઓ

ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલીટી ઘટી જતાં સર્જાય અકસ્માતોની હારમાળા, કોઇ જાનહાનિ નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એકસાથે 20થી 25 ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે.
હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોનું કહેવું છે. હાઈવે પર લોકો ધુમ્મસને કારણે 30ની સ્પીડે ગાડી ચલાવી રહ્યા છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજિત 20થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતા ઘઉંના પાકને ફાયદો થશે.

વધુ વાંચો

ગુજરાત

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેકટનું પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેકટનું પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોના ફેજ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતુ. વીડિયો કોંફ્રેન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ -2ની લંબાઈ 28.25 કિ.મીની છે. જેમા બે કોરિડોર છે. પહેલો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિ.મીનો જ્યારે બીજો જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિ.મી સુધીનો છે. ફેઝ -2 ના કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચ થશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે લાઇન-1 નું ડ્રીમ સિટી સ્ટેશન કોહિનૂર હીરાની આકારમાં બનાવવામાં આવશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે, જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.03 કિ.મી. છે જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.

સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન કરશે. સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રિમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રિમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પુર્ણ થશે તેવો આશાવાદ છે. જો કે હજુ સુધી જમીનના કબ્જા લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે.

ડ્રિમ સિટી પર સ્ટેશન 7 હજાર સ્કેવર ફૂટમાં વિસ્તારમાં બનશે. ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે. જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ વગેરે હશે. બીજા માળ પર પ્લેટફોર્મ હશે. જ્યાં પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ