Saturday, July 25, 2026
Homeરાજ્યહાલારહડમતિયામાં વૃદ્ધને શ્વાસની તકલીફ થતાં સારવાર દરમ્યાન મૃત્યુ

હડમતિયામાં વૃદ્ધને શ્વાસની તકલીફ થતાં સારવાર દરમ્યાન મૃત્યુ

હડમતિયા ગામે વૃદ્ધને શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના હડમતિયામાં રહેતાં અશોકભાઇ રવજીભાઇ ગોંડલિયા (ઉ.વ.70) નામના વૃદ્ધને ગત્ તા. 20 જુલાઇના અચાનક શ્વાસની તકલીફ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular