Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરદિવ્યેશ અકબરીનું સ્વપ્ન લોકોના સાથ અને સહકારથી જામનગરને સ્માર્ટ સિટી બનાવવાનું

દિવ્યેશ અકબરીનું સ્વપ્ન લોકોના સાથ અને સહકારથી જામનગરને સ્માર્ટ સિટી બનાવવાનું

ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે વિસ્તારના લોકો માટે જાણીતો અને પોતાના પરિવાર જેવો ચહેરો એટલે દિવ્યેશ અકબરી

- Advertisement -

2022ના વર્ષનું મહાપર્વ એટલે ગુજરાત વિધાનસભા 2022નો ચૂંટણી ઉત્સવ જ્યારે સમગ્ર ગુજરાત આ ઉત્સવમાં જોડાઇને તેની તૈયારીઓમાં લાગી ગયું છે. જોવા જઇએ તો હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે જામનગર શહેરમાં મતદાન થવાનું હોય ત્યારે શહેરના તમામ ઉમેદવારો દિવસ-રાત એક કરીને જનસંપર્ક માટે લાગી ગયા છે. 79-જામનગર (દક્ષિણ)ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે યુવા અને પાર્ટીના પાયાના કાર્યકર્તા એવા દિવ્યેશભાઇ રણછોડભાઇ અકબરી પર પસંદગી ઉતારી છે.

- Advertisement -

દિવ્યેશભાઇનું નામ લેતા જ આપણી આંખની સામે દિવ્યેશભાઇની ઉદારતા અને કાર્યશૈલી આવી જાય છે. આ યુવા પાટીદાર ચહેરો કે જે ભાજપ માટે વફાદારી નિભાવવામાં સફળ થયા છે અને પોતાના વિસ્તારના લોકો માટે પણ એમની પ્રાથમિકતા અને વફાદારી છલકી આવે છે.

જામજોધપુર તાલુકાના ગામમાં જન્મેલા અને વી. એમ. મહેતા પંચવટી કોલેજમાં બી.કોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલા ખેતી તેમજ ગ્રેઇન માર્કેટ સાથે સંકળાયેલા 1989માં બ્રાસ પાર્ટસના ધંધા સાથે જોડાયેલા દિવ્યેશભાઇ પોતાના પારીવારિક ધંધાની સાથે-સાથે 1995માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એક કાર્યકર્તા તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. એક કાર્યકર્તા તરીકે પક્ષને વફાદાર રહીને દિવ્યેશભાઇએ ઘણા કાર્યો કર્યા ત્યારબાદ 2010માં નગરસેવક તરીકે ભાજપમાંથી લડ્યા હતા અને લીડથી જીત્યા હતાં. ત્યારબાદ બે વખત પણ તેઓ લીડથી જીતતા આવ્યા છે અને તેમના આ કાર્યકાળ દરમ્યાન તેઓએ પોતાના વિસ્તારની પ્રજાના ઘર-ઘર સુધી પહોંચીને પ્રત્યેક વ્યક્તિના દિલમાં સ્થાન મેળવ્યું હતું. યુવા શિક્ષિત એવા આ પાટીદારે પોતાના વોર્ડની તમામ સમસ્યાઓ દૂર કરાવી લોકોને સંતોષ અપાવ્યો છે. એક સાચા ડાયરેકટર તરીકેની ભૂમિકા નિભાવી છે.

- Advertisement -

પ્રચાર અભિયાન દરમ્યાન સામાન્ય સભાને સંબોધતા દિવ્યેશભાઇ એક વાત અવાર-નવાર બોલે છે કે ‘હાંકલ પાડોને દિવ્યેશ હાજર’ તેમના આ બોલને સાર્થક કરનાર તેઓ મહામારી કોરોનામાં પણ સરાહનીય કામગીરી કરી હતી. ફક્ત પોતાના વોર્ડમાં જ નહીં પરંતુ નગરના તમામ વિસ્તારોમાં તેમણે કામગીરી કરી હતી. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા, ઓક્સિજનની અછતમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવી, દવાઓ પહોંચાડવી જેવા ઉમદા કાર્યો તેમણે આ મહામારીમાં કર્યા હતાં. એટલું જ નહીં પરંતુ આ સમય દરમ્યાન અંતિમ સંસ્કારમાં પણ લોકોને કોઇ તકલીફ પડે નહીં તેના માટે દિવ્યેશભાઇ અને તેમની ટીમે સતત કાર્ય કર્યું હતું.

કોરોનાના કપરા સમયમાં જ્યારે લોકોના ધંધા-રોજગાર પર અસર પહોંચી હતી. ત્યારે અનાજ માટે સાંસા પડી ગયા હોય તેવા લોકો સુધી તેમને હજારો કીટનું વિતરણ કરીને તેમના ઘરના ચુલ્લા પેટાવ્યા હતાં. લોકોનો પ્રતિનિધી કેવો હોવો જોઇએ? તેનામાં કઇ પ્રકારના ગુણો હોવા જોઇએ ? તે તમામ પ્રશ્ર્નોના જવાબ આપણને દિવ્યેશભાઇની પ્રતિભા પરથી જોવા મળે છે. 2022ની વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે દિવ્યેશભાઇ પર પોતાની પસંદગીની મહોર લગાડી ત્યારે 79-જામનગરના લોકોએ પણ ભાજપની આ પસંદગીને પ્રેમ અને આદરથી આવકારી લીધી છે.દિવ્યેશભાઇ એક શિક્ષિત યુવા અને પ્રામાણિક ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તા છે. જેઓ છેલ્લી 3 વખતથી કોર્પોરેટર તરીકે લોકોની સેવામાં જોડાયેલા છે. મધ્યમવર્ગમાં ઉછરેલા દિવ્યેશભાઇ લોકોની દરેક સમસ્યાને સમજી શકે છે. તેમણે હંમેશા લોકોની વચ્ચે રહીને કાર્ય કરેલા છે. સાદગીપૂર્ણ જીવનએ તેમની ઓળખ છે. તેઓના જીવનમાં વફાદારીને પણ ખાસ મહત્વ આપ્યું છે. તેઓએ પક્ષને પણ હંમેશા વફાદાર રહ્યા છે. તેઓએ ક્યારે પણ પક્ષ પલટો કર્યો નથી. આજના સમયમાં જ્યારે રાજકારણમાં વફાદારીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે પક્ષ અને પ્રજાને દિવ્યેશભાઇ અકબરી જેવો યુવા ચહેરો મળ્યો છે. ત્યારે લોકોએ દિવ્યેશભાઇને અદ્ભૂત સાથ-સહકાર અને સમર્થન આપ્યું છે.

- Advertisement -

ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે લોકસંપર્ક અર્થે જ્યારે દિવ્યેશભાઇ 79 જામનગરના વિસ્તારોમાં જન-જન સુધી પહોંચે છે. ત્યારે લોકો દ્વારા તેમને મીઠો આવકાર મળે છે. જ્યારે તેઓ પ્રજાને સભામાં સંબોધીને તેમની દરેક સમસ્યાના નિરાકરણ માટે તૈયારી બતાવે છે. જ્યારે તેઓ કહે છે કે, તેઓ લોકોની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે ત્યારે લોકો પણ અદ્ભૂત વિશ્ર્વાસ અને લાગણી સાથે દિવ્યેશભાઇ સાથે જોડાઇને તેમની જીત માટે પ્રયાસો કરે છે.

દિવ્યેશભાઇ અકબરીએ લોકોને પોતાના અમૂલ્ય અને કિંમતી એવા મતદાનના અધિકારનો ઉપયોગ કરી અને પસંદગી કમળ પર ઉતારીને તેમને પ્રજાની સેવાનો લાભ દેવા માટે આહવાન કરે છે અને લોકો પણ આવા પાયાના કાર્યકર્તા એવા પ્રમાણિક દિવ્યેશભાઇને આવકારીને તેમની સાથે આ વિકાસની યાત્રામાં જોડાઇ જાય છે. ગુજરાતમાં ચાલતી ડબલ એન્જીનને જામનગર દ્વારા ત્રીપલ એન્જીન બનાવવાનો જામનગરની જનતાએ જાણે પ્રણ લીધો હોય તેમ પ્રચંડ લોક સમુદાય દિવ્યેશભાઇના સમર્થનમાં જોડાય જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular