Wednesday, July 29, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છનાણા ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરવા રૂપિયા 14 હજારની લાંચ

નાણા ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરવા રૂપિયા 14 હજારની લાંચ

નાણા ધીરધાર (ફાઇનાન્સ)નું લાયસન્સ રિન્યુ કરવા માટે સહકારી મંડળીના ઓડિટર તથા સબઓડિટર દ્વારા રૂા. 14 હજારની લાંચ માંગવામાં આવી હતી. એસીબીના છટકામાં વચેટિયો લાંચ લેતાં ઝડપાતા એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ તેનું નાણા ધીરધારનું (ફાઇનાન્સ)નું લાયસન્સ રીન્યુ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી-જામનગરમાં અરજી કરી હતી. જે લાયસન્સ રિન્યુ કરી આપવા માટે સહકારી મંડળીના ઓડિટર એમ. એન. જેઠવા તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના સબ ઓડિટર દિગ્વિજયગિરિ ભૂપતગિરિ ગોસાઇ વત્તી જામનગરના આર્યસમાજ રોડ, ગુલાબબાગ એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેશ જગદિશચંદ્ર છાપિયાએ રૂપિયા 14 હજારની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ ઓડિટર એમ. એન. જેઠવાની કચેરી ખાતે રૂબરૂ મળતાં લાંચની રકમ નિલેશને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી રાજકોટ એકમના મદદનિશ નિયામક જે. ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ રાજકોટ એસીબી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા અને જામનગર એસીબીના પીઆઇ એ. આર.ગોહિલ તથા સ્ટાફએ જામનગર એસીબી પીઆઇની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આ દરમ્યાન નિલેશ જગદિશચંદ્ર છાપિયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ‘ગૂગલ પે’ ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવા જણાવતા ફરિયાદએ ગૂગલ પેથી રૂા. 14 હજાર ઓનલાઇન મોકલી આપ્યાં હતાં. આ લાંચની રકમ મળી ગયાનું મોબાઇલ ફોન ઉપર કન્ફર્મેશન કર્યૂં હતું. તેમજ નિલેશએ અન્ય આરોપી દિગ્વિજયગિરિને ફરિયાદીનું લાયસન્સ રીન્યુ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ મળી ગઇ હોવાનું કન્ફર્મેશન કર્યું હતું.

- Advertisement -

એસીબીએ નિલેશ છાપિયાને બે આક્ષેપિતો વત્તી રૂા. 14,000ની લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો. અન્ય આરોપી એમ. એન. જેઠવાની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular