Friday, March 29, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા ભીખુરામ વીરદાસ ગોંડલીયા નામના 49 વર્ષના યુવાન સોમવારે રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે તેમના જી.જે. 10 બી.એફ. 1249 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 એચ.કે. 3410 નંબરના અર્ટિકા મોટરકારના ચાલકે ભીખુરામભાઈ ગોંડલીયાના મોટરસાયકલ સાથે ધડાકા અકસ્માત સજ્સર્યો હતો.

- Advertisement -

આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક ભીખુરામભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની મોટરસાયકલની પાછળ બેઠેલા ઉકાભાઇ ભરવાડને પણ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના નાનાભાઈ પ્રવિણદાસ વીરદાસ ગોંડલીયા (ઉ.વ. 42, રહે. હંસ્થળની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ આર્ટિકા મોટરકારના ચાલક સામે આઇ.પી.સી. કલમ 304 (અ), 279, 337, 338, તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular