Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરફલાયઓવરબ્રીજ માટે વૃક્ષો કાપવાના બદલે ટ્રાન્સપ્લાન્ટ કરવા માગણી

ફલાયઓવરબ્રીજ માટે વૃક્ષો કાપવાના બદલે ટ્રાન્સપ્લાન્ટ કરવા માગણી

પૂર્વ શાસક પક્ષ નેતા ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કમિશનરને રજૂઆત

- Advertisement -

જામનગરમાં ફલાય ઓવર બ્રિજ બનાવવા માટે સર્વિસ રોડ અન્વયે હાલમાં વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી હોય. આ વૃક્ષો કાપવાના બદલે વૃક્ષો ટ્રાન્સ પ્લાન્ટ કરવા જામનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના પૂર્વનેતા ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધીમાં ફલાઇઓવર બ્રિજ બનાવવા જામનગરના નાગરિકોની લાગણીને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પુરો ઓવરબ્રિજ બનાવવાનું મંજૂર કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા ઘણી હલ થશે અને જામનગરમાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનશે. જે સારી વાત છે.

પરંતુ ઓવરબ્રિજ બનાવવામાં કુલ 207 જેટલા વૃક્ષો કપાતમાં જાય છે. એક બાજુ ગ્રિન જામનગર માટે જહેમત ઉઠાવી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને વૃક્ષો ઉછેર અને હરિયાળુ જામનગર બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે ત્યારે આ ઓવરબ્રીજ અન્વયે 207 વૃક્ષો કાપવાના બદલે અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવા માગણી કરવામાં આવી છે. વૃક્ષો કાપવાના બદલે અન્ય જગ્યાએ ફરી ઉગાડવા ટ્રાન્સપ્લાનટ કરવામાં આવે તે વધુ યોગ્ય રહેશે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આ પત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular