Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પોલીસકર્મીનું મૃત્યુ

જામનગર શહેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પોલીસકર્મીનું મૃત્યુ

ગુરૂવારે વહેલીસવારે તબિયત લથડતા જી. જી. હોસ્પિટલ ખસેડાયા: સારવાર કારગત ન નિવડી: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગરમાં રહેતા પોલીસકર્મીને શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી 108 એમ્બ્યુલન્સમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં મોમાઈનગર શેરી નં.3 માં રહેતા એએસઆઈ તરીકે ફરજ બજાવતા સુરુભા ગોવુભા ચૌહાણ (ઉ.વ.58) નામના પોલીસકર્મીને ગુરૂવારે વહેલીસવારના સમયે તેના ઘરે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા પોલીસકર્મીને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર મહાવીરસિંહ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ પી. એન. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular