જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક પુત્રી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી દંપતિ સહિતના પરિવારજનોએ મહિલાને ગાળો કાઢી છૂટા પત્થરના ઘા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આરંભી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અંધાશ્રમ પાસેના વોર્ડવાળી શેરીમાં રહેતાં સગુફાબેન મુજમીલભાઇ શેખ (ઉ.વ. 30) નામના મહિલાના પુત્ર સમીરને સાનિયા નામની બાળકી સાથે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ગત તા. 27ના રોજ રાત્રિના સમયે સાનિયાના પિતા હનિફ ઇબ્રાહિમ આલા, રેશમા ઉર્ફે મુમતાઝ હનિફ આલા અને સાનિયા હનિફ આલા નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી સમિરની માતા સગુફાબેનને જેમ ફાવે તેમ ગાળો કાઢી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છુટા પત્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત દંપતિ સહિતના ત્રણેય શખ્સોએ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ મહિલાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.