Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની મતગણતરી - VIDEO

જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની મતગણતરી – VIDEO

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ : શરૂઆતના પરિણામોમાં વાવ બેરાજા, ફાચરિયા, લાવડિયા, હડમતિયા, સુવરડાના પરિણામો જાહેર

જામનગર જિલ્લાની 181 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું રવિવારે મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં કુલ 6 મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સવારથી જ ઉમેદવારોની સાથે ટેકેદારો અને લોકોના ટોળા ઉમટયા હતા. સરપંચોમાં કોણ વિજેતા થયું? તે જાણવા ઉત્સુકતા સર્જાઇ હતી. પાલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાની કુલ 181 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં જામનગરની 181 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 75.06 ટકા તથા 6 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં 66.45 ટકા જેટલું ધીંગુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી યોજાઇ હતી. જામનગર તાલુકાની ડીકેવી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ-જામનગર ખાતે, કાલાવડ તાલુકાની જેપીએસ સ્કૂલ-કાલાવડ ખાતે, લાલપુર તાલુકાની સરકારી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ-લાલપુર ખાતે, જામજોધપુર તાલુકાની એવીડીએસ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ-જામજોધપુર ખાતે, ધ્રોલ તાલુકાની હરધ્રોળ હાઇસ્કૂલ-ધ્રોલ ખાતે તથા જોડિયા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-જોડિયા ખાતે મતગણતરી યોજાઇ હતી. મતગણતરીને લઇ ઉમેદવારો તથા ટેકેદારો સહિતના મતગણતરી કેન્દ્ર ખાતે સવારથી જ ઉમટયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર જિલ્લાના હડમતિયા ગામમાં સરપંચ તરીકે દિવ્યેશભાઇ સભાયાને 418 મત મળતાં તેઓ વિજેતા થયા હતા. લાવડિયા ગ્રામ પંચાયતમાં શૈલેષભાઇ ઘનશ્યામભાઇ ગંઢા, ફાચરિયા ગ્રામ પંચાયતમાં અંકિત મનસુખભાઇ પાંભર, વાવ બેરાજા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નટુભા પ્રતાપસંગ જાડેજા, સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલભાઇ મહેશભાઇ નાખવા વિજેતા થયા હતા. વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ યોજાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular