Wednesday, November 6, 2024
Homeરાજ્યજામનગરકરોડોના ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેકશન કરનાર ટોળકી વિરૂધ્ધ ફરિયાદ

કરોડોના ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેકશન કરનાર ટોળકી વિરૂધ્ધ ફરિયાદ

સાયબર ક્રાઇમ પોલીસે 4 કરોડના બેંક વ્યવહારો શોધી કાઢયા : 11 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં ઇન્ટરનેટના માધ્યમથી ખોટી ઓળખ ઉભી કરી આર્થિક લાભ મેળવવા સાયબર ગઠીયાઓને બેંક એકાઉન્ટ પુરા પાડનાર 11 શખ્સો વિરુધ્ધ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં 4 કરોડના ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેકશન મળી આવતાં ગુનો નોંધી 11 શખ્સોની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં ઓનલાઇન ફ્રોડ આચરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડવા અને ઓપરેટ કરવામાં આવે છે. આ અંગેની પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ. ધાસુરા તથા પીએસઆઇ જે.એસ. ડેલા, હેકો પ્રણવભાઇ વસરા, પોકો કારુભાઇ વસરા, દર્શિતભાઇ સિસોદીયા અને વિક્કીભાઇ ઝાલા સહિતના સ્ટાફે એનાલિસિસ દ્વારા જામનગર જિલ્લામાં ઓનલાઇન ફ્રોડ આચરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકડાયેલા બેંક એકાઉન્ટના કેવાયએસી અને બેંક સ્ટેટમેન્ટ મેળવી એનાલિસિસના આધારે તપાસ હાથ ધરતાં જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી આશરે 4,00,06,482 જેટલી માતબર રકમના ગેરકાયદેસર ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતાં. જેના આધારે જામનગર સાઇબર ક્રાઇમે આમીર હુશેન હનીફ ગંઢાર, ઉમેદ ઓસમાણ ગોધાવીયા, મહેન્દ્ર રામજી કણઝારીયા, ઝફરઉલ્લાખા, સુલતાનખાન લોદી, બાસીરખાન ઝફરુલ્લાખાન લોદી, આનંદ હિતેશ ચોથાણી, મોહેબઅલી મહેબુબ મકવાણા, દેવરાજ બાબુ ચોવટીયા, સમીર હસમુખ ટીકરીયા, મુકેશ અરવિંદ રાઠોડ નામના 11 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular