Saturday, July 27, 2024
Homeરાજ્યરાજકોટના મહિલા પ્રોફેસર દ્વારા પતિ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટના મહિલા પ્રોફેસર દ્વારા પતિ વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

રાજકોટમાં વધુ એક પરિણીતા પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનો કિસ્સો નોંધાયો છે. આ સિવાય પરિણીતાએ પતિ તથા તેના પરિવારના સભ્યો સામે અન્ય તકલીફો અંગે પણ ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં મહિલાએ તેના પતિ દ્વારા નાઈટ ડ્રેસ પહેરવા મુદ્દે માર મારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ કાલાવડ રોડ પર રહેતા પ્રોફેસર પ્રિયાબેન બલદાણિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે પતિ આશિષ, સસરા ધીરજલાલ અને સાસુ જશવંતી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી પ્રિયાબેનને નોકરી મળતા તેઓ કચ્છ રહેવા ગયા હતા અને અહીં નાઈટ ડ્રેસ પહેરા બાબતે પતિ દ્વારા માર મારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે સાસરિયા દ્વારા પતિને ચઢાવવામાં આવતો હોવાનું પણ ફરિયાદમાં નોંધાવ્યું છે. આપણા ઘરમાં પુરુષોનું જ ચાલે છે તેવું કહીને પણ પત્ની પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

લગ્નના શરુઆતના દિવસોમાં બધું સારું રહ્યા પછી આશિષ દ્વારા પ્રિયાબેન પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેઓ ભણેલા હોવાથી તેમને સારી નોકરી મળી હતી જેની સામે પણ સાસરીયા દ્વારા તેમના પર અત્યાચાર કરવામાં આવતો હતો. પતિ દ્વારા તેમનો પગાર વાપરી નાખવામાં આવતો હોવાનું પણ નોંધ્યું છે. તેઓ પ્રેગનેન્ટ હતા ત્યારે પણ પતિ દ્વારા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

- Advertisement -

વર્ષ 2013માં પરીણિતાને પોલિટેક્નિક કોલેજમાં નોકરી મળી જતા તેઓ 10 વર્ષના દીકરાને લઈને રાજકોટ આવી ગયા હતા, બીજી તરફ પતિની બદલી મોરબીમાં થઈ જતાં તેઓ સાથે રહેતા હતા પરંતુ અહીં પણ ઘરેલું હિંસા અને અત્યાચારના કિસ્સા વધતા જતા હતા. આ સિવાય પતિના અન્ય મહિલા સાથેના સંબંધ હોવાનું પકડાતા તેણે પત્નીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની કોશિશ કરી હતી.

પ્રિયાબેનના પતિ આશિષ દ્વારા તેમનો પગાર પચાવી પાડવામાં આવતો હોવાનું અને દહેજની માગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં આઇપીસીની કલમ 498 (સી), 323, 504,114 તથા દહેજની માગણી કરવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular