Friday, September 29, 2023
Homeરાષ્ટ્રીયવિશ્વભરના સેમીકંડકટર ચીપ્સના ઉત્પાદકો સાથે સંવાદ

વિશ્વભરના સેમીકંડકટર ચીપ્સના ઉત્પાદકો સાથે સંવાદ

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું ગઈકાલે ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રીના ગાંધીનગર પહોંચ્યા હતા અને આજે તેઓએ મહાત્મા ગાંધી મંદિર ખાતે ગુજરાતને સેમીકંડકટર ચીપ્સ ઉત્પાદનમાં ‘હબ’ બનાવવા માટે મહત્વના સેમીકોન ઈન્ડીયા-2023ને ખુલ્લો મુકયો હતો. તથા આ માટે પહોંચેલા દેશ વિદેશના સેમીક્ધડકટર ચીપ્સ ઉત્પાદન તથા રીસર્ચ ડેવલપમેન્ટ સહિતના ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો સાથે સંવાદ પણ કર્યો હતો. મોદી આજે બપોર બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગઈકાલે રાજકોટમાં મોદીએ નવા વિમાની મથકની મુલાકાત લીધા બાદ તેઓએ રાજકોટમાં એક વિશાળ સભાને સંબોધધન કરી હતી અને રાત્રીના રાજભવન ખાતે તેઓએ મંત્રીમંડળના સભ્યો સાથે ભોજન લીધુ હતું અને ગુજરાતના પ્રોજેકટ અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાતમાં દેશની સર્વપ્રથમ સેમીક્ધડકટર ચીપ્સ એસેમ્બલી તથા પેકીંગ પ્લાંટ માટે વડાપ્રધાને અમેરિકાની યાત્રા સમયે યુરોપ કંપની માઈક્રોનને આમંત્રીત કરી હતી તે બાદ હવે ગુજરાત સહિત દેશમાં સેમીકંડકટર ચીપ્સના ઉત્પાદનની આગામી સમયની યોજનાઓને વેગ આપવા માટે આ સેમીકોન ઈન્ડીયા 2023 મહત્વની ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું નવનિયુક્ત સાંસદો બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ, એમપી-એમએલએ તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેને લઈને જાજરમાન વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular