Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગર181ની ટીમનું સ્તુત્ય કાર્ય : માતા ને સાથે ના રાખનાર પુત્રનું કરાયું...

181ની ટીમનું સ્તુત્ય કાર્ય : માતા ને સાથે ના રાખનાર પુત્રનું કરાયું કાઉન્સેલિંગ

- Advertisement -

પથારીવશ રહેલ માતાને દીકરા દ્વારા સાથે રાખવાની ના પાડવામાં આવતા વૃદ્ધાની દીકરી દ્વારા 181ની ટીમની મદદ લેવામાં આવી હતી. જેને ધ્યાને લઇ 181ની ટીમે વૃદ્ધાના દીકરાને સમજાવી કાઉન્સેલિંગ કરી વૃદ્ધ માતાને તેમના દીકરા સાથે મોકલ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ તા.15/1/2022 ના રોજ 181માં એક દીકરીનો કોલ આવ્યો હતો કે તેમના સગાં ભાઈઓ તેમની માતાને હાલ પોતાના સાથે રાખવા માટે તૈયાર નથી આથી આ અંગે 181ની ટીમની મદદ માંગી હતી. જેને ધ્યાને લઇ 181ની ટીમ તુરંત જ મદદ માટે પહોચી હતી. સ્થળ પર જઈ વાતચીત કરતા મદદ માટે ફોન કરનાર દિકરીએ જણાવ્યુ હતુકે તેઓ 6 બહેનો અને 2 ભાઈઓ છે. તેમના માતાને 4 પેરાલિસિસના એટેક આવ્યા છે. લોકડાઉન માં એક હુમલો આવ્યો હતો. તેના કારણે છેલ્લાં અઢી મહિનાથી માજી પથારીવશ છે. તેઓ ઊભા પણ થઈ નથી શકતાં. પોતાનું તમામ કામ પથારીમાં કરે છે અને હાલ માજી તેમનાં નાના દિકરી સાથે રહે છે. તેમણે તેમની સેવા કરી છે.

181ની ટીમ એ તેમના દીકરા સાથે વાત-ચીત કરી ત્યારે મિલકત માટે આ સમસ્યા આવી છે. માજીની સંપતિ તેમના નાના દીકરા પાસે છે ત્યારે મોટા દીકરા કહે છે કે સંપતિ એમને આપે તો રાખીએ. એમને કશું આપ્યું નથી એવું જાણવા મળ્યું હતું. આથી 181ની ટીમે દીકરાને સમજાવ્યા હતા. 181 ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ તેઓ માજી ને રાખવા માટે તૈયાર થયા હતા. અને માજીને વ્યવસ્થિત સાચવશે, તેમની સેવા કરશે, દવાઓ કરશે, તેમનું ધ્યાન રાખશે તેવી ખાતરી પણ 181ની ટીમને આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular