જામનગર સિટી એ પોલીસ દ્વારા એક શખ્સને ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી કિર્તીપાનની સામે એક શખ્સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે હોવાની સિટી એ ના હેકો શૈલેષભાઈ ઠાકરીયા તથા હિતેશભાઈ સાગઠીયા ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને સિટી એ ના પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી એ ના પીએસઆઈ બી એસ વાળા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રાજ ઉર્ફે ચીનો ભરત ઠાકેડા નામના શખ્સને રૂા.10 હજારની કિંમતના વિવો કંપનીના વાય 20એ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.