જામનગર શહેરમાં તારમામદ સોસાયટીમાં રહેતી પરિણીતાને અમદાવાદમાં રહેતા પતિ અને સાસુ એ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં રહેતી રૂકસારબેન લીયાકતઅલી તૈયબઅલી અંસારી નામની સીએ થયેલી યુવતીના લગ્ન અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતાં આદીલ યુસુફમીયા સૈયદ સાથે થયા હતાં અને યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ આદિલ સૈયદ અને સાસુ નુરજહાં યુસુફમીયા સૈયદ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી નાની-નાની બાબતોમાં વાંક કાઢી અપશબ્દો બોલી મારકૂટ કરતા હતાં. પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેણીના પતિ આદિલ અને સાસુ નુરજહાંબેન વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.એલ. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.