કેન્દ્રીય બજેટને વિવિધ વર્ગ દ્રારા આકારવામાં આવેલ. મધ્યમવર્ગ, નોકરિયાત, વેપારી, મહિલાઓ, અને યુવાનો તમામ વર્ગ દ્રારા કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. જામનગર બ્રાસનુ હબ છે એટલે બ્રાસ સીટી તરીકેની ઓળખ મળી છે. આ વખતે બજેટમાં કસ્ટમ ડયુટી રદ કરતા બ્રાસના ઉધોગકારોએ ખુશી વ્યકત કરી બજેટને આવકાર્યુ. સાથે આ માટે સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરી બ્રાસના ઉધોગના વિકાસની ગતિ વધુ વેગ મળવાનો વિશ્વાસ વ્યકત કર્યો.