Sunday, April 11, 2021
Homeરાજ્યજામનગરભાજપનો 42મો સ્થાપના દિવસ: વડાપ્રધાનના કાર્યકરો જોગ સંબોધનને નિહાળતાં ભાજપ અગ્રણીઓ

ભાજપનો 42મો સ્થાપના દિવસ: વડાપ્રધાનના કાર્યકરો જોગ સંબોધનને નિહાળતાં ભાજપ અગ્રણીઓ

- Advertisement -

જામનગરમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીનો આજે 6 એપ્રિલના રોજ 42માં સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકરોને સંબોધન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સ થકી થયેલા આ સંબોધનમાં જામનગર ખાતે શહેર ભાજપ કાર્યાલયે ભાજપના હોદ્ેદારો, આગેવાનો, કાર્યકરોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા, બિપીનભાઇ ઝવેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઇ ગોરી, ભાર્ગવભાઇ ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વડાપ્રધાનનો લાઇવ સંવાદ નિહાળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular