Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરસીક્કા નજીક ડમ્પરે ઠોકરે ચડાવતા બાઇકસવાર દંપતીનું ઘટનાસ્થળે મોત

સીક્કા નજીક ડમ્પરે ઠોકરે ચડાવતા બાઇકસવાર દંપતીનું ઘટનાસ્થળે મોત

ડમ્પરે ઠોકરે ચડાવતા દંપતી બાઈક પરથી પટકાયું : માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રાકિફ જામ કલીયર કરાવ્યો : મૃતક દંપતી ખંભાળિયાનું હોવાનું પ્રાથમિક તારણ

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લેતી. એક પછી એક ગમખ્વાર અકસ્માતો બની રહ્યા છે. જ્યારે સીક્કા પાટીયા નજીક આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં ડ્રમ્પરે બાઈકસવારને ઠોકરે ચડાવતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ એક પછી એક બનતી જાય છે અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે આજે સવારે જામનગર તાલુકાના સીક્કા ગામના પાટીયા પાસે એકસપ્રેસ હોટલ પાસેથી પસાર થતા જીજે-10-બીએલ-8490 નંબરના બાઈક પર પસાર થતા બે વ્યક્તિઓને પુરપાટ આવી રહેલા જીજે-10-ટીએકસ-9429 નંબરના ડમ્પરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફટે લેતા બાઈક પર સવાર બે વ્યક્તિઓને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવના કારણે ટ્રાકિફ જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ બંને મૃતદેહોનો કબ્જો સંભાળી ટ્રાફિક કલીયર કરવા કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતક દંપતી ખંભાળિયાની હોવાની પ્રાથમિક વિગતોના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular