Sunday, May 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે બંગાળી પરિવારોમાં ઉત્સાહ - VIDEO

જામનગરમાં વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે બંગાળી પરિવારોમાં ઉત્સાહ – VIDEO

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન જામનગરના મહેમાન બન્યા છે અને તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. તે પહેલા જામનગરના લાલબંગલા સર્કલ પર ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
 

ખાસ કરીને ગુજરાતમાં વસતા બંગાળી પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળ, પંજાબ સહિત વિવિધ પ્રદેશોના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. અભિવાદન સમારોહ દરમિયાન બંગાળથી જામનગરમાં વસવાટ કરતા અનેક પરિવારો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. એક બંગાળી યુવતીએ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવવાની ખુશી વ્યક્ત કરી હતી. લાલબંગલા સર્કલ દેશભક્તિના નારાઓ અને લોકોના ઉમંગથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં વિવિધ સમાજ અને પ્રદેશના લોકોએ એકતા અને ઉત્સાહનો સંદેશ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular