Wednesday, March 26, 2025
Homeમનોરંજનતારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દર્શકો માટે માઠા સમાચાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દર્શકો માટે માઠા સમાચાર

લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના દર્શકો માટે માઠા સમાચાર આવ્યા છે. શો માં સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીને કોરોના પોઝીટીવ થયા છે. મુંબઈથી શુટિંગ પૂરું કરીને આવ્યા બાદ અમદાવાદમાં તેઓએ કોરોનાનો રીપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે અમદવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઈ છે. હાલમાં બોલીવુડના ઘણા સ્ટાર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્યારે પ્રખ્યાત શો તારક મહેતાના સુંદરને કોરોના થયો છે. આ શો ના દરેક કલાકાર પોતાની હસી મજાકથી લોકોને મનોરંજન પૂરું પાડે છે. અને સીરીયલના દરેક કલાકારોએ લોકોના મનમાં એક અલગ જગ્યા બનાવી છે. પરંતુ સુંદરના ચાહકો માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. તેને કોરોના થયો હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular