Homeરાજ્યજામનગરશેઠવડાળા નજીક ડેમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી લેતી પોલીસ

શેઠવડાળા નજીક ડેમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી લેતી પોલીસ

બે જેસીબી અને પાંચ ટ્રેકટર સહિત 95 લાખનો મુદ્દામાલ કબ્જે ખનીજ માફિયાઓ સામે શેઠવડાળા પોલીસની કાર્યવાહી

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક આવેલા ગંગાપાટ ડેમમાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થતું હોવાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે શેઠવડાળા પોલીસે સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી બે જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટર સહિત કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજનું ગેરકાયદેસર વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લાલપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન મુજબ શેઠવડાળા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ વરજાંગભાઈ કાનાભાઈ કટારાને ગંગાપાટ ડેમમાં ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક ગંગાપાટ ડેમ ખાતે પહોંચી દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી બે જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટર ઝડપી પાડ્યાં હતાં.

- Advertisement -

પોલીસે તમામ વાહનો સહિત કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ વરજાંગભાઈ કટારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડેમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે શેઠવડાળા પોલીસની આ કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular