Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતગાંધીનગર માણસા પોલીસ સ્ટેશનનો એએસઆઇ લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગર માણસા પોલીસ સ્ટેશનનો એએસઆઇ લાંચ લેતા ઝડપાયો

ફરિયાદીના કાકા ઉપર થયેલ પ્રોહિબીશનના કેસમાં માર ન મારવા અને જામીન ઉપર છોડવા રૂા.60 હજારની લાંચ માંગી

- Advertisement -

ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનના એેએસઆઈને એસીબીએ રૂા.60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં આરોપીને હાજર કરી માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે ગાંધીનગર માણસા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશસિંહ અણદુસિંહ વાઘેલા એ રૂા.60 હજારની લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ અંગે ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવીઝન હેઠળ ગાંધીનગર એસીબીના પીઆઇ એચ.બી. ચાવડા દ્વારા છટકુ ગોઠવી તા.08 ના રોજ ગાંધીનગરના માણસના ખાતે મોજે જકાતનાકાથી વાવ દરવાજા તરફ જવાના રોડ પર યાદેમની ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી આરોપી મુકેશસિંહ અણદુસિંહ વાઘેલાને ફરિયાદી પાસેથી રૂા.60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીએ આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular