Sunday, April 11, 2021
Homeરાષ્ટ્રીયભરતી કૌભાંડમાં સેનાના વધુ એક અધિકારીની ધરપકડ

ભરતી કૌભાંડમાં સેનાના વધુ એક અધિકારીની ધરપકડ

- Advertisement -

ભરતી પરીક્ષાના પેપર લીક થયાના તાજેતરના કેસમાં રવિવારે એક સૈન્ય અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.

- Advertisement -

તેમણે કહ્યું કે આ મામલામાં ધરપકડ થનારી સૈન્ય અધિકારી સાતમી વ્યક્તિ છે. સોમવારે તેને પુણેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.અગાઉ, આર્મીની ભરતી પરીક્ષા ફોર્મ 28 ફેબ્રુઆરીએ લીક થયા બાદ સેનાના બે અધિકારીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પુણે અને અન્ય 40 કેન્દ્રોમાં યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, શહેરમાં ફોર્મ લિક થવા અંગે બે કેસ નોંધાયા છે. પેપર લીક થવા મામલે નવવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે બનાવટી સંબંધિત અન્ય એક કેસ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular